1. કાચના શીશામાંથી સહીની ધાર ન પડે તો શીશાના મોં ઉપર એક સળિયો રાખી ધાર પાડશો તો સીધી ધાર પડશે.
2. બે કાચના ટંબલર એકબીજામાં ભરાઈ ગયા હોય તો તે ન નીકળે તો બહારના ટંબલરને ગરમ પાણીમાં મુકવો અને અંદરના ટંબલરમાં ઠંડું પાણી રેડશો એટલે છૂટા પડી જશે.
3. બટાલીનો બૂચ સખત ચોંટી ગયો હોય તો બે ભાગ સ્પિરિટ, એક ભાગ ગ્લિસરીન અને એક ભાગ મીઠું ધારે ધારે ચોપડવાથી તે ઢીલો પડી જશે.
4. બારણાં અકળાઈ ગયા હોય તો સાબુ કે મીણબત્તી ઘસવી.
5. કબાટ કે ટેબલનું ખાનું ઉઘાડઢાંક ન થઈ શકે તો સૂકો સાબુ કે મીણબત્તીનો ટુકડો ઘસવો.
6. ચશ્માંના કાચ જોડવા માટે સ્પીરીટમાં લાખ પીગળાવી લેવી.
7. લોખંડને સાંધવા માટે સિંદૂરને બેલતેલમાં ભેળવી ઘટ બનાવી સાંધવું.
8. નેતર ઢીલું થાય તો બંને બાજુએ ગરમ પાણીમાં સાબુ ભેળવી કપડાંથી ધોવું.