મેલી વસ્તુઓ ચોખ્ખી કરવાના ઉપાયો :
1) આરસપહાણ પરના ડાઘા કાઠવા માટે લીંબુનો રસ અને મીઠું અર્ધો ડાઘા પર ચોપડી રાખી તેને ઘસીને ધોઈ નાખવું.
2) લાખના ડાઘ મેથિટેન્ડેડ સ્પિરિટથી સાફ થાય.
3) કપડાં પર સીવવાના સંચાના ડાઘ પડ્યા હોય તો તેના પર નવસારના પાણીમાં ભીંજાવેલો કકડો ઘસવાથી ડાઘ દૂર થશે.
4) શાહીના ડાઘા કાઢવા સુરોખાર પાતળો કરી પીંછી વડે લગાડવો.
5) કોઈ પણ વાસણની ચીકાશ કાઢવા ટકણ ખાર વાપરવો.
6) સાદડી મેલી થઈ હોય તો અથવા સાફ કરવી હોય તો મીઠાના પાણીથી સાફ કરવી.
7) નકશી ફર્નિચરનો કચરો કાઢવા પેટ્રોલમાં પીંછી બોળીને બધા ખાંચામાં ફેરવવી.
8) દૂધ પીવાની બચ્ચાંની બાટલીઓ મીઠું નાખી ધોવાથી અથવા તો લાઇમવોટરથી ધોવાથી ચોખ્ખી થાય છે.
9) વોશ-બેસિન સાબુના પાણી ને ટંકણખારથી સાફ થાય છે.
10) કોઈ પણ ડાઘ કાઢવા માટે પેરેફીન સારું કામ આપે છે.
No comments:
Post a Comment