Friday, August 10, 2018

વસ્તુઓના ઉપયોગમાં પડતી મુશ્કેલી ટાળવાના ઉપાયો


1. કાચના શીશામાંથી સહીની ધાર ન પડે તો શીશાના     મોં ઉપર એક સળિયો રાખી ધાર પાડશો તો સીધી        ધાર પડશે.

2. બે કાચના ટંબલર એકબીજામાં ભરાઈ ગયા હોય     તો તે ન નીકળે તો બહારના ટંબલરને ગરમ પાણીમાં મુકવો અને અંદરના ટંબલરમાં ઠંડું પાણી રેડશો એટલે છૂટા પડી જશે.

3. બટાલીનો બૂચ સખત ચોંટી ગયો હોય તો બે ભાગ      સ્પિરિટ,  એક ભાગ ગ્લિસરીન અને એક ભાગ મીઠું       ધારે ધારે ચોપડવાથી તે ઢીલો પડી જશે.

4.  બારણાં અકળાઈ ગયા હોય તો સાબુ કે મીણબત્તી        ઘસવી.

5. કબાટ કે ટેબલનું ખાનું ઉઘાડઢાંક ન થઈ શકે તો         સૂકો સાબુ કે મીણબત્તીનો ટુકડો ઘસવો.

6. ચશ્માંના કાચ જોડવા માટે સ્પીરીટમાં લાખ               પીગળાવી લેવી.

7. લોખંડને સાંધવા માટે સિંદૂરને બેલતેલમાં ભેળવી        ઘટ બનાવી સાંધવું.

8. નેતર ઢીલું થાય તો બંને બાજુએ ગરમ પાણીમાં          સાબુ ભેળવી કપડાંથી ધોવું.


વસ્તુઓ મેલી થઈ હોય તે ચોખ્ખી કરવાના ઉપાયો


મેલી વસ્તુઓ ચોખ્ખી કરવાના ઉપાયો :

1) આરસપહાણ પરના ડાઘા કાઠવા માટે લીંબુનો રસ અને મીઠું અર્ધો           ડાઘા પર ચોપડી રાખી તેને ઘસીને ધોઈ નાખવું.

2) લાખના ડાઘ મેથિટેન્ડેડ સ્પિરિટથી સાફ થાય.

3) કપડાં પર સીવવાના સંચાના ડાઘ પડ્યા હોય તો તેના પર                    નવસારના પાણીમાં ભીંજાવેલો કકડો ઘસવાથી ડાઘ દૂર થશે.

4) શાહીના ડાઘા કાઢવા સુરોખાર પાતળો કરી પીંછી વડે લગાડવો.

5) કોઈ પણ વાસણની ચીકાશ કાઢવા ટકણ ખાર વાપરવો.

6) સાદડી મેલી થઈ હોય તો અથવા સાફ કરવી હોય તો મીઠાના                પાણીથી સાફ કરવી.

7) નકશી ફર્નિચરનો કચરો કાઢવા પેટ્રોલમાં પીંછી બોળીને બધા                ખાંચામાં ફેરવવી.

8) દૂધ પીવાની બચ્ચાંની બાટલીઓ મીઠું નાખી ધોવાથી અથવા તો            લાઇમવોટરથી ધોવાથી ચોખ્ખી થાય છે.

9) વોશ-બેસિન સાબુના પાણી ને ટંકણખારથી સાફ થાય છે.

10) કોઈ પણ ડાઘ કાઢવા માટે પેરેફીન સારું કામ આપે છે. 

વસ્તુ બગડેલી હોય તે સુધારવાના ઉપાયો


બગડેલી વસ્તુ સુધારવાના ઉપાયો :

1) હાડકાંના ગુથવાનાં સોયા વળી ગયેલા હોય તો તેમને ઉકળતા પાણીમાં બોડી રાખી તેમને ઢીલા થાય ત્યારે ખૂબ ઠંડા પાણીમાં બોડી દેવા. એટલે તે સીધા થઈ જશે.

2) ઊનનાં મોજાં, ટોપી કે સ્વેટર ધોવાથી કોકડાં વળી જાય તો તપેલીમાં પાણી લઈ તેમાં બે ચમચા એરંડિયું      નાખી કપડાંને બોડી નિચોવશો તો તે ખૂબ કુમાંશદાર રહેશે.

3) બારણાની સુકાઈ ગયેલી લાપી ન ઉખડતી હોય તો કોસ્ટિક સોડાના મિશ્રણનું એક પોતું મારશો એટલે  એકાદ કલાકમાં નરમ પડશે.

4) ખુરશીનું નેતર ઝોળો ખાઈ ગયું હોય તો ખુરશીને ઊંધી વળી નેતર પર જાડું, ભીનું કપડું કાલાકેક મૂકી રાખવું. પછી કપડું ખસેડી લઈ સુકાવા દેશો એટલે તે અક્ક્ડ થઈ જશે.

5) વાપરેલી ટિકિટ પર ગ્યાડતેલનું ટીપું મુકતા છાપ દેખાય છે.

6) કાચ પ્લાસ્ટર ઓફ પેરિસથી સંધાય છે.

7) ભીના બૂટમાં કાગળના ડૂચા ભરવાથી સુકાઈ છે.

8) કાણું પડેલી કોથળીમા રેતી ગરમ કરીને અગર ગરમ રાખ કે મીઠું ભરીને વાપરી શકાય છે. 

તંદુરસ્તી માટેના અગત્યના નિયમો




તંદુરસ્તીના નિયમો:


1. શરીર અને ચૈતન્ય એકમેક છે, તેથી બંનેનો સાથે વિચાર  કરવો.

2.  બંનેમાંથી એકનો સ્વતંત્રપણે વિચાર કરવાથી શરીરની  સમતુલામાં ખામી આવે છે.

3.  ઉંમર અને બીમારીથી જેમ નબળાઈ આવે છે તેમ માનસિક વ્યથાથી પણ પણ શરીરનાં અંગો શિથિલ             થાય છે.

4.  માનસિક બળોની સાચવણી પણ શરીરનાં કુદરતી બળોના જેટલું રક્ષણ, સાવચેતી માગી લે છે.

5.  શરીરમાં જ પોતાના રક્ષણ માટે બહુ શક્તિસાડી બળો   રહેલાં છે.

6.  શરીરને મદદ કરવી, પણ શરીરનું જે ચાલુ બંધારણ હોય તેનાથી વુરૂદ્ધ દિશામાં લઈ જાય એવું કશું કરવું       નહિ.

7. કોઈ અંગમાં અવ્યવસ્થા આવી હોય તો તેના સ્વાભાવિક કાર્યમાં આડે આવવું નહિ. પણ શરીરનાં                    પરમાણુઓને અને રસવાહિનીઓને ઉતેજન આપવું.

8. કોઈ પણ અંગના કાર્યને અટકાવવાથી તેની અસર શરીરનાં બધા અંગોના કાર્ય ને થાય છે.

9. કોઈ પણ અંગના કાર્યમાં વિજ્ઞાનના જ્ઞાન પ્રમાણે અવરોધ થયો હોય, તો શરીરનાં બધા અંગોને ધ્યાનમાં      રાખી ઉપાય કરવો.

10. તમારા શરીરને તમે જાતે જ સાચવો. જુવાની અને શક્તિ અવિચારી અને ઉતાવળિયા થઈને                          અટકાવવાથી કે અવરોધવાથી નુકસાન થાય છે.

11. તંદુરસ્તી માટે મોટામાં મોટી બાબત સ્વચ્છતા છે.

12. શરીરને શાની જરૂર છે તેનું ધ્યાન આપો.

13. શરીરની તંદુરસ્તી સાચવવા માટે સારો અને અસરકાર ઉપાય ઊંઘ છે. ઊંઘ માટે અકુદરતી ઉપાયો ન            લો, તેથી શરીરની અને મનની તંદુરસ્તીને નુકસાન થાય છે.

14. હંમેશા યાદ રાખો કે શરીરનું રક્ષણ કરવા માટે તે બધું જ કરે છે, તેને તેમાં મદદ કરો. પણ નકામું                  સમજણ વગર તેની પાસે કાંઈ પણ કરાવો નહિ. યાદ રાખો કે શરીર આળસુ નથી, પણ તેને વિરુદ્ધ                 દિશાઓમાં ક્રિયાઓ કરવાની ફરજ પાડશો, તો તેથી શરીર થાકી જશે અને કાંઈ પણ સારું પરિણામ આવશે      નહિ.


Saturday, July 21, 2018

વિચારરત્ન

વ્યવહાર :-


     બહાર જતા હોય તેને ક્યાં જાઓ છો એમ પૂછવું નહિ.
ચાડિયા  માણસને ત્યાં રહેવું નહિ.
કરકસર કરવી પણ કંજૂસ થવું નહિ.
શરણે આવેલા શત્રુને પણ શિક્ષા ન કરવી.
સમય અનુસાર ઉત્તર આપવામાં શરમાવું નહિ.
આશ્રિત અને પૂજ્યનું પાલન કરવું એ ધર્મ છે.
તમારી કિંમત સોબતથી અકાંશે.
આત્મપ્રશાંતથી અળગા રહો.
જૂની ઓળખાણનો અનાદર ન કરો.
તક ગુમાવી તેને જીવન ગુમાવ્યું.
મિત્રોના હિસાબ હૈયામાં રાખવા.
તમારા મોભા પ્રમાણેનાં કપડાં પહેરો.
જે ભવિષ્યનો વિચાર કરે છે, તે સદા સુખી રહે છે.
આરોગ્ય એ જીવનનું ઉમદા સુખ છે.

મોતી ભાંગ્યું વીંધતા,  મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં,  નહિ સાંધો,  નહિ રેણ.

જુવાની જાળવી તેને મનખો સુધાર્યો.
સ્વવિશ્વાસ એ અનામત બળ છે.
સેવેલા સ્વપના મરીફીટીને પણ સફળ કરો.

કડવી વાણી, સળગતી આગ અને યોગીના ક્રોધથી હઠી જવું.
મકાન, મૂડી ને માણસ પોતાનાં હોય તે જ વેપારમાં ફાવે.
ગુપ્ત રાખવાની વાત અજ્ઞાન સ્ત્રી, અનાડી નોકર અને અજ્ઞાન બાળક આગળ કહેવી નહિ.
એક માણસની વરસની કમાણી કરતાં તેને વધારે રકમ ધીરવી નહિ.
સાથે ન રહેવાય તો દૂર રહે, પણ ક્લેશ કરીશ નહિ.
બધું ખરચે તે ચિંતાતુર રહે ને વધુ ખરચે તે દુઃખમાં રહે.
ગમે તેવો કોઈ હલકો જણાતો હોય પણ તેનો તિરસ્કાર કરીશ નહિ.
કોઈને સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે, એટલું જ કોઈને સલાહ આપવામાં છે.
સત્ય બોલવાથી વાણી અમોઘ થાય છે.
સત્ય,શાંતિ અને પ્રિય વાણી આગળ જગતનો વૈભવ તુચ્છ છે.

ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન;
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.

સત્ય, શાંતિ, સંતોષ અને સરળતા આચરનાર જીવતાં જ ઈશ્વરને પામે છે.

આજ્ઞા:-

પરાધીન થવું નહિ.
કઠણ વચન કારી ઘા દે છે.
દેશસેવાને સ્વાર્થથી કલંકિત ન કરો.
આબરૂ એ અમૂલ્ય ભંડાર છે.
માણસે બાળપણમાં વિદ્યા, જુવાનીમાં ધન ને ઘડપણ માં ધર્મ મેળવવા.
પવન, પાણી,  પ્રકાશ ને પેદાશ સારાં ન  હોય ત્યાં રહેવું નહિ.
ધુતારા તરંગોથી જુવાની વેડફો નહિ.
મરદ માફક જીવો.
નાના કામમાં પણ તમારું પાણી બતાવો.
ઉદાર અને ઉમરાવ દિલના બનો.
હું મારી જાતને ઊંચે લઈ જનાર છુ એવી હિંમત રાખો.
જેમ માણસ વૃદ્ધ થાય તેમ ફળનાં બીજ માફક હૃદય કઠણ થવું જોઈએ.
યુવાનો એ દેશનું ધન છે.
વિઘ્ન એ ચડતીનુ પગથિયું છે.
સવારસાંજ ઈષ્ટદેવને યાદ કરો.
વગરવિચારે અભિપ્રાય આપો નહિ.
ચારિત્ર્યથી શબ્દોની શક્તિ વધારી તમારા હક્ક ઉપર ધ્યાન આપો.
ધંધા વગરનાને મુલાકાત ન આપો.
દરેકની સાથે પ્રેમથી વર્તો.
ગમે તે થાય તોયે ન હારવું અને આનંદમાં રહેવું.
થાકને બધાં જ સ્થળ કિંમતી હોય છે.
સભામાં શરમાવું નહિ.
કોઈને આભારી થવું નહિ.
મેલડી વસ્ત્રો પહેરવા નહિ.
હીન જાતિનું ઋણ કરવું નહિ.
સ્ત્રીની ઉંમર ને પુરુષનો પગાર પૂછવો નહિ.
ખોટો આરોપ સ્વીકારવો નહિ.
આદર ન હોય ત્યાં બોલવું નહિ.
વાતો કરતા હસવું નહિ.
રસ્તે ચાલતા ખાવું નહિ.
બીજાને જોઈને હસવું નહિ.
પ્રભુભક્તિ કરતાં શરમાવું નહિ.
દેખીએ એટલું માગવું નહિ.
સુનિએ એટલું માનવું નહિ.
હોય એટલું ખરચવું નહિ.
આવકાર ન મળે ત્યાં જવું નહિ.
કપટીની સોબત કરવી નહિ.
દાન લેવું નહિ.
ખપ કરતાં વધુ બોલવું નહિ.
કરજ, રોગ, અને અગ્નિને વધવા દેવાં નહિ.
જુઠા અને ભૂખ્યાનો ભરોસો કરવો નહિ.
મધમાખી, પારકું કૂતરું અને સૂતેલાને જગાડવા નહિ.
કોઈનો પણ અતિવિશ્વાસ કરવો નહિ.
ક્લેશ હોય ત્યાં રહેવું નહિ.

બોધક:-

ભલુ કરનારનું ભૂંડું થાય જ નહિ.
આત્મપ્રશંતા અને પરનિંદા ડુબાડનાર છે.
જે આપશે, તે મેળવશે.
જે ઘણું આપે છે તેને ઘણું મળે છે.
શૂરવીર માણસ એકવાર મરે છે, બાયલો ઘણી વાર મરે છે.
જીવન સુધર્યાનો માપ તે કેટલો સંયમ રાખી શકે તે ઉપરથી થાય છે.
લાભ થાય તેમ લોભ વધે છે.
સારા કામમાં વિધ્ન સ્વાર્થ હોય તો જ આવે.
વ્યક્તિ કરતાં ભાવના સદાય મોટી છે.
રાજ્યને ખાતર થતા યુદ્ધ શાપિત હોય છે.
શબ્દમાં સૃષ્ટિ બદલી નાખવાનું સામર્થ્ય રહેલું હોય છે.
પ્રયત્ન કરનારને કશું અશક્ય નથી.
માણસની કસોટી સંકટમાં થાય છે.
ઇન્દ્રિય સંયમથી સર્વ સિદ્ધિ મળે છે.
કર્મ આપણું અસલ સ્વરૂપ દેખાડનારી આરસી છે.